સાંજે હું અહીંની એબીંગ્ટન પબ્લીક લાયબ્રેરીમાં શાળાઓમાં ભણતાં વિધાર્થીઓ ને વિજ્ઞાન વિષયક માહીતિ આપું છું.
ક્યારેક ક્યારેક સિનિઅર સિટિઝન્સ પણ એમનાં સુંદર પ્રશ્નો લઈ ને આવે છે. થોડાં દિવસ પર એક લગભગ ૮૦ ની ઉમરનો બહુ જ વિનમ્ર દેખાતો પણ વૃદ્ધ સજ્જન મને મળવાં મારી ડેસ્ક પર આવ્યો. એને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વાપરવા માં આવેલા એક નૌકાદળ ના જહાજ વિષે માહીતિ જોઈતી હતી. નૌકાદળ ના કયાં કયાં સભ્યો ને એમના નામ વિષે જાણકારી મેળવવી હતી. વાતો કરતાં કરતાં જણાયું કે એણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ જ જહાજ પર કામ કરેલું અને ત્યારે જ જાપાનીસ સબમરીન ના એક ટોરપીડો થી જહાજ બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. એમણે લગભગ છ-સાત દિવસો એમાના એક ટુકડા પર ગાળેલા. સદભાગ્યે એક સાથી જહાજે એમને બચાવેલાં. એમના બીજાં સાથીઓનુ શું થયું એની કશી ખબર ન હતી. એમની વાત દરમ્યાન એમના મુખ પર ગર્વ અને સંતોષની લાગણી જરૂર જણાતી હતી. એ મુલાકાત હું કદી પણ ભૂલી શકું એમ નથી.
થોડી વાર પહેલાં જ આપણાં વડા પ્રધાને અમર જ્યોત પર ભારત ના શહીદો ને અંજલિ આપી તે જોયું. આપણાં બધાં તરફથી ભારતીય સૈન્ય ને આપણાં પ્રજાસત્તાક દિન નીમીત્તે ભાવભીના પ્રણામ.
Posted in મારૂં સર્જન, વીણેલાં મોતી, સ્નેહના અમૃતબિંદુ
