પ્રેમ શાશ્વત, ચિરંતન, અપેક્ષારહિત, કોઈ પણ કારણ વગર ફુલતો, ફેલાતો અને લાખો હ્રદયો ને સ્પર્શતો – કોઈ વાર રડાવતો તો કોઈ વાર હસાવતો – અને આનંદની પળોને ખુબ ખુબ બહેલાવતો હોય ત્યારે મન ને અવકાશની પેલે પાર લઈ જઈ સ્પંદનો ના મહાસાગર માં ડૂબાડી તેને રસતરબોળ કરી નાંખે છે.
Posted by: bansinaad | Wednesday, January 17, 2007
શાશ્વત પ્રેમ
Posted in થોડું ઈશ્વરપ્રેરીત, મારૂં સર્જન

love is great..if we can feel it..we r lucky..!!
By: chetu on Thursday, January 18, 2007
at 6:08 p
જયભાઇ તમને ખલિલ જીબ્રાન અંગે તો ખબર હશે જ. પ્રેમ અંગે (અને બીજા ઘણા વિષય અંગે) એમનુ એક ખુબ સુંદર પુસ્તક છે “The Prophet” જે online આ લિન્ક પર મળશેઃ http://www.columbia.edu/~gm84/gibtable.html
તમે વાંચનના શોખીન છો એટલે તમને બીજા એક પુસ્તકની (જોરદાર) ભલામણ કરીશ. પુસ્તકનું નામ છે “The Road Less Travelled” જેના લેખક છે Dr. Scott Peck. માનસશાસ્ત્રનું પુસ્તક છે પણ એ માનસશાસ્ત્ર સુધી સીમિત ન રહીને આધ્યાત્મ સુધી જાય છે. આ પુસ્તકમાં ચાર વિભાગ છે જેમાંથી બીજો ભાગ પ્રેમ ઉપર છે. એમણે પ્રેમની તર્કશુધ્ધ વ્યાખ્યા આપી છે અને પછી પ્રેમ શું છે અને શું નથી એની ચર્ચા કરી છે. પ્રેમ અંગે આટલુ સુંદર અને આટલુ ગહન લખાણ મેં બીજે ક્યાંય જોયું નથી. આજ સુધી જેટલા લોકોને મેં આ પુસ્તકની ભલામણ કરી છે બધાએ એના ખુબ ખુબ વખાણ કર્યા છે. આખી વાત આ ટૂંકી કૉમેન્ટમાં આવે એવી નથી એટલે જ તમને પુસ્તક વાંચવાની ભલામણ કરુ છું.
By: hemantpunekar on Friday, January 19, 2007
at 12:22 p