અઝીઝ ટંકારવી ની ‘ગઝલ ના મેધધનુષ’ - ‘મહેફિલ’ માં થી:
મહેફિલની પણ એક અદબ હોય છે, મસ્તી હોય છે.જો આ રીતરસમ જાણે છે, માણે છે તેઓ મહેફિલનું નામ પડતાં જ બેસબર થી એ દિવસનો, ઘડીનો ઈંતેજાર કરે છે. …શરૂઆતથી અંત સુધીની એક એક પળ યાદગાર બની જાય છે. પછી એ મહેફીલ ઈશ્કે હકીકીઓના દીવાનાઓની હોય કે પછી ઈશ્કે મજાજીના દીવાનાઓની હોય. મસ્ત બની ને તેઓ ન ઝૂમે તો જ નવાઈ!
મરીઝ નો એક શેર
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે એને સભા કહેતાં નથી.
‘રઈશ’ મનીઆર નો એક શેર
વાંચજે મિત્રોની મહેફિલમાં ગઝલ,
વેદના દિલમાં ઢબૂરી રાખજે
