ગોપાલ શાસ્ત્રી એ લખેલી ‘ચં.ચી. મારાં ગુરુ’
૧૯૯૫ માં ગોપાલ શાસ્ત્રી એ ‘પારસી રંગભૂમિ’ પર પી.એચ.ડી નો મહાનિબંધ’ ચં. ચી. મહેતા’ ના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ કર્યો હતો. આ મહાનિબંધમાં ગોપાલભાઈએ ‘ચં. ચી. દાદાના વિરલ વ્યક્તિત્વના એક અલ્પ અંશને ઉદ્ઘઘાટિત કરવાનો નમ્રપ્રયાસ’ કર્યો છે. આ ‘સ્મરણપુસ્તિકા’ મને ઘણી સ્પર્શી ગઈ અને મને એટલી બધી ગમી કે દરેકે દરેક શબ્દનું મનન કરવાનો પ્રયત્ન કરું છું. હું એક શિક્ષક તરીકે ગોપાલભાઈ અને ચં.ચી.માંથી ઘણું બધું શીખું એવી મારી ભાવના છે. આ પુસ્તક વાંચતાં વાંચતાં મને વીસ વર્ષ પહેલાંનો મારો થીસીસ નો સમય અને સંઘર્ષ યાદ આવી ગયો.
આ ‘સ્મરણપુસ્તિકા’ માં ની થોડીક રત્નકણિકાઓ:
પારસી રંગભૂમિની લગભગ તમામ નાટક મંડળીઓ વિષેની પૂરતી સામગ્રી મારે પાસે એકત્રિત થઈ ચૂકી હતી. મહત્ત્વના કલાકારોના ઈન્ટર્વ્યૂ પતી ગયા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થવાં આવ્યું હતું….. ટ્રેનમાં મારી અનિદ્રિત આંખોમાં મુંબઈમાં પસાર કરેલાં દિવસો નાં અનેક દ્રશ્યો તરવરી રહ્યાં હતાં. ચં. ચી. દાદાની અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરેલી ઉષ્માભર્યા સંબંધોની ફૂલવાડી મનને મંહેકાવી ગઈ. રાતના સન્નાટામાં ચીસો પાડતી ટ્રેન મને લઈ વડોદરા તરફ દોડી રહી હતી ત્યારે ચં. ચી. દાદાના વિરાટ વ્યક્તિત્વને જાણે ઉદ્ઘઘાટિત ના કરતી હોય તેવી કલાપીની ગઝલ પંક્તિ મનમાં ટહુકી ઊઠી:
“જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની”.
ઉમાશંકર જોષી એ ‘ચંદ્રવદન એક ચીજ’ નામનું સુંદર કાવ્ય લખ્યું છે. એમાંથી થોડી પંક્તિઓ ઉછીની લઉ છું.
ચંદ્રવદન એક ચીજ
ગુજરાતે ના જડવી સહેલ.
જ્યાં પેઠા,ત્યાં ઊઘડે મહેફિલ.
જ્યાં બેઠાં, ખુશ્બો ત્યાં દિલ દિલ,
એક ગાઉ લગી ગમગીની
શકે ના ઢૂંકી.

આપના બ્લોગનો ગુજરાતી શબ્દ જગતમાં સમાવેશ કર્યો છે, જે આપની જાણ ખાતર.
http://vmtailor.com/gujarati-shabd-jagat/
By: વિવેક on Thursday, January 11, 2007
at 7:07 p