Posted by: bansinaad | Wednesday, January 10, 2007

પ્રીતમ લખલાણી: મોરપીંછ

કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: મોરપીંછ
પૃષ્ઠ: ૫૨

દી આખો
ઓસરી ની કોરે કાનાની રાહ જોતી
રાધાની ગુમસુમ આંખો
ઢળતી સાંજે
ડેલીએ કળા કરતાં મોર ને
પીંછા ખેરવતો જોઈને  હરખાઈ ઊઠી
કે
ગાયો ચરાવીને પાછો ફરતો
કાનો
મારે ફળિયે પીંછા વીણવા
તો-
જરૂર આવશે!


Responses

  1. …મારે ફળિયે પીંછા વીણવા
    તો-
    જરૂર આવશે!

    very nice…

  2. રાહ હું તો જોયા કરું છું ધારી ધારી
    ગલી મારી ભૂલી ગયા ગિરી ધારી

    ગિરિધર ગોકુલ આવો ને


Leave a response

Your response:

Categories