Posted by: bansinaad | Friday, January 5, 2007

‘ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા’ માંથી ચુંટેલું

આજે મને લાયબ્રેરીમાં થી ડો. રશીદ મીરનુ પુસ્તક ‘ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા’ મળી.
એમાંથી શેર વિષે થોડું લખું છું. (પૃ. ૩૨-૩૩)

‘શેર’ શબ્દ અરબી છે. અરબી ભાષામાં તેનો કોશગત અર્થ ‘જાણવું. સંશોધન કરવું’ એવો થાય છે…. શાયર એટલે જ્ઞાની અને મુશાયરો એટલે ‘જ્ઞાનીઓની સભા’ એવો અર્થ ફલીત થાય છે.સામાન્ય ભાષામાં શેર નો અર્થ ‘યોગ્ય, સરળ, અને સ્વચ્છ થાય છે જ્યારે સંકુચીત અર્થમાં  ‘શેર’ એટલે’ બે પંક્તિઓનુ યુગ્મ…. ‘શેર એટલે ઈરાદાપૂર્વક લખાયેલી સમાપ પ્રાસયુક્ત ચોટદાર વાણી.’

અમૃત ઘાયલનો એક શેર:

તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા.
પદાર્થ એવો કયો છે કે શરાબ નથી?

આદિલનો એક શેર:

ઘૂંઘટ ખુલ્યો હશે ને પછી થઈ હશે સવાર
ઝુલ્ફો ઢળ્યા હશે ને પછી રાત થઈ હશે!

ગઝલ ‘ફારસી અને ઉર્દૂમા શૃંગાર રસ ની કવિતા…ગઝલમાં પ્રેમનું નિવેદન, સૌંદર્યની પ્રશંસા અને સ્ત્રીની હેસિયત તત્કાલીન આરબ સંસ્કૃતિની નિપજ છે. … ગઝલ એટલે એ કાવ્ય જેમાં સ્ત્રીઓની સૌંદર્યની પ્રશંસા તથા પ્રેમ અને પ્રેમળતાની ચર્ચા હોય. (પૃ. ૨૮-૨૯)


Responses

  1. સરસ બ્લોગ ! ગુજરાતી બ્લોગ જગતમાં આવા વધારે ને વધારે બ્લોગની જરૂરત છે.

  2. સરસ માહિતી…. ધવલભાઇની વાત સાથે એકદમ સંમત છું!!
    જયભાઇ, પરદેશમાં આ લાયબ્રેરી ક્યાં આવી?

  3. ઊર્મિ,

    અહીં ફીલાડેલ્ફીઆમાં મારી ડ્રેક્ષેલુ યુનિવર્સિટિ ની પાસે જ યુનિવર્સિટિ ઓફ પેન્સીલવેનિઆ આવેલી છે. એની લાયબ્રેરી માં ગુજરાતી અને ભારતીય સાહિત્યનું ઘણું મોટું સેકશન આવેલું છે. પન્નાબેન નાયક અહીં જ કામ કરતાં ત્યારે એમણે ખુબ મહેનતે ગુજરાતી સાહિત્ય ને વિક્સાવેલું. અહિં ભણવા આવ્યો ત્યાર થી એ લાયબ્રેરી મારી પરમ મિત્ર બની ગયેલી. મારા જેવાં સાહિત્યનાં જીવડાં માટે એ મૈત્રી અમૃતસમી પુરવાર થઈ છે. બસ, મારી જોબ પર થી ફ્ક્ત પાંચ મિનિટમાં જ પહોંચી શકું છું. સંસ્કૃત સાહિત્ય, ગાંધીજીએ લખેલાં પુસ્તકો, ભારતની આઝાદી ની લડત વખતનાં પુસ્તકો પણ અહિ છે. ક્યાં કલાકો ના ક્લાકો વીતી જાય તે પણ ખબ નહિ પડે.

    જય


Leave a response

Your response:

Categories