Posted by: bansinaad | Sunday, December 31, 2006

આત્મીયતા ના દર્શન

દરરોજ ની જેમ સવારે ૮ વાગે ફિલાડેલ્ફીઆ ના ૬૯મી સ્ટ્રીટ ના ટ્રોલી ના સ્ટેશન પરથી મુખ્ય સ્ટેશન પર જવા માટે દરવાજામાંથી અંદર દાખલ થવાની ઉતાવળમાં હતો ત્યારે એક અજાણી આંધળી વ્યક્તિ પણ મારી બરાબર પાછળ લાકડી ના સહારે આવતી હતી. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો ને બારણું પકડી ને ઉભા રહેવાનો વિવેક બતાવી ન શક્યો. એ જ વખતે એક શાળાએ જતો એક વિધ્યાર્થી અચાનક મારી પાસે થી પસાર થઈને એણે બારણું પકડી લીધું. હું જોતો જ રહી ગયો. એ આંધળી વ્યક્તિ એ જ્યારે એ નિર્દોષ વિધ્યાર્થીને આશિર્વાદ આપ્યાં ત્યારે જ મને ખબર પડી કે મેઁ મારાં જીવનની એક વધુ ભૂલ કરી હતી. જીવનમાં બનતી નાની ઘટનાઓ નાની ન રહેતાં કઇંક બોધપાઠ આપી જાય છે. ક્ષણિક આત્મીય અભીગમ આપણાં જીવનમાં અનેક ઉમંગો લઈ આવી શકે જો આપણે અનાયાસે મળતી તકો ને ગુમાવીએ નહિ તો.


Responses

  1. કદાચ આપણે ધ્યાનમગ્ન થઈ જતાં હોઈએ છીયે ત્યારે ધ્યાન બહર નીકળી જાય ત્યારે આવી પરિસ્થિતી ઉભી થતી હોય છે.

  2. Sav sachI ne saras vaat!


Leave a response

Your response:

Categories