Posted by: bansinaad | Thursday, December 28, 2006

સ્ટીમ એંજીન નો રોમાન્સ

સ્ટીમ એંજીન નો રોમાન્સ

નાનો હતો ત્યાર થી જ મને ટ્રેનો જોવાની તેમ જ ટ્રેનમાં બેસવાનું બહુ જ ગમતું. માટુંગા ના ફાટક પાસે મમ્મી સાથે બેસી ‘ફ્લાઈંગ રાણી’ પસાર થવાની રાહ જોતો. ધુમાડાના ગોટેગોટા જોઈ એંજીન ડ્રાઈવર બનવાનાં સ્વપ્નાંઓ જોતો. બધી જ ટ્રેનોનો આવવા-જવાનો સમય પણ મોઢે. નવું ટાઈમ ટેબલ આવતું ત્યારે હમેંશા ખરીદી લેતો. સ્ટીમ એંજીનના સંભારણા હજી પણ કઈંક લખવા પ્રેરે છે. બારી પાસે બેઠાં બેઠાં, સુંદર સાંજને નિહાળતાં નિહાળતાં,આંબાના ઘટાદાર વૃક્ષોને સરી જતાં જોઈ, સામેના પાટા પરથી કોઈ ધમધમતી ટ્રેનના સ્ટીમ એંજીનની નજરમાં મારી નજર કોઈ પણ ભોગે મિલાવવાની અને પછી વલસાડના બટાટાવડાં ખાતાં ખાંતાં એક ઈચ્છાની પરિતૃપ્તિ નો આનંદ માણતાં કે પછી જુદાં જુદાં એંજીનોનાં સૂરમાં સૂર પૂરાવી મારાં પ્રણયનો એકરાર સફળતાંપૂર્વક કરતાં કરતાં- કોઈ અવર્ણનીય લાગણીનો અનુભવ આનંદની ચરમસીમાએ પંહોચાડી દેતો. હજી પણ ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની સાઈટ વડે હું મારી સ્ટીમ એંજીન સાથેની મૈત્રીને પ્રેમપૂર્વક નિભાવી રહ્યોં છું.

Responses

છુક છુક ગાડીની વાતો વાંચવાની મઝા આવી ગઈ

Leave a response

Your response:

Categories