વિચારોના પ્રતિબિંબ
મન જ જ્યારે vacuum બની જાય છે, કલમ અચાનક જ બંધપડી જાય છે, સર્જન અટવાય છે, જયારે
Posted in મારૂં સર્જન
ભાવ નિર્ઝર
માનવમન બની શકે સુંદરતાના વિપુલ ઝરણાનું ઉદ્ભવસ્થાન..
પણ એ શક્ય બને અને એ ઝરણાને કાયમ માટે વહેતું રાખવા જરૂર છે
સૌન્દર્યમય અભિગમની..સર્વત્ર સુંદરતા જ છે. એ સુંદરતામાં
અસ્તિત્વ’નો એકાકાર થતા બધા દ્વન્દ્વો સમયમાં ઓગળી જાય છે.. માત્ર રહે છે સનાતન અનંત સંમિલન…
ખોવાયેલી મૈત્રી પણ અંતરમાં તો સજીવન જ રહે છે.
હ્રદયના વિશાળ ભાવવિશ્વમાં માણેલી અને કાયમ માટે અદ્રશ્ય થયેલી પ્રેમાળ પળ
અંતે તો અંતરમાં અમર બનીને જ રહે છે. ક્રોધની એક કાળ
ક્ષણે નીકળેલા અંગારાસમાન શબ્દો મૈત્રીની ચિતા બનીને
રહી જાય છે. વર્ષો પછી લાગણીનું તુમુલ યુદ્ધ મિત્રતાના એ સંવેદનોને
સ્મરણોની માળા બનાવી આંતરમનને એકમાર્ગીય સ્નેહધારાથી અભિષેક કરે છે.મૈત્રીની કબર પર પુષ્પપત્રો ને ભીંજવતા યાદોના આંસુ સરી પડે છે.
ફરિયાદની મજા તો ‘મિત્રો’ ને જ કરવામાં હોય છે, એના ‘ સ્વર’માં હોય છે, એના લહેકામાં હોય છે,
બાકી ફરિયાદ એ ફરિયાદ રહેતી નથી પણ ‘રોદણાં’ બની દુખની આપવીતી બની જાય છે.
વર્ષો પછી સ્વદેશ જઈએ છીએ, કોઈ ખોવાઈ ગયેલા મિત્રને યાદ કરીએ છીએ, કોઈ શિક્ષકને યાદ કરતા એણે આપેલો ‘મેથીપાક’ યાદ આવે છે, કે કોઈ સમજી ન શકાયેલી ‘મૈત્રી’ અચાનક સ્મરણોની માળા બની અંતરમાં દાખલ થાય છે અને ‘શબ્દો ત્યાં ગઝલ બની સરી પડે છે’.
સાચું અને genuine સ્મિત એક એવું treasure છે જેને informally share કરવાથી
એ વધતું જ રહે છે…ગમે તેવા વિપરીત સંજોગોમાં એક એવી હુંફ આપી શકે છે
કે કોઈ પણ આભુષણ આપી શકતું નથી… સ્મિત lively છે.. આભુષણ dumb….
મન ખુલ્લા અવકાશમાં વિચરે છે, એને ફરવા દો. વિચારોની વાડીમાં ફરે છે, ફરવા દો, મન જો બને તટસ્થ, તો એને લાગણીના પાઠો શીખવાડી દો. હળવું બનેલું મન અવકાશમાં ઉડી રહ્યું, મોકળુ થયેલું અંતર આનંદથી છલકાઈ રહ્યું, આવતી અડચણોને વિશ્વાસથી ઉકેલતું રહ્યું, નિખાલસ બનતું મન ‘નિખાલસ’ બની ને રહ્યું,
અને છેલ્લે:
હ્રદય-મંદિર:
મંદિરે જઈએ ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ વગર જઈએ ત્યારે એ દર્શનનું મહત્વ રહેતું નથી. અરસ પરસનો વિશ્વાસ હ્રદયમાં દૈવી ભાવ ઉત્પન્ન કરે છે, સત્યનો અતુટ પાયો બની રહે છે, પ્રેમનો અસીમિત સ્ત્રોત બની રહે છે, અને હ્રદય ‘હ્રદય-મંદિર’ બની રહે છે, સત્ય, અહીસા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, આદરભાવ અને નમ્રતા નાં દર્શન આ હૃદય-મંદિરમાં મનને ડોકિયું કરાવી, એમાં અંતરંગ કરાવી , અને આત્મસાત કરાવી કરાવવાના છે. એ જ ઈશ્વર દર્શન!
Posted in મારૂં સર્જન
મનન સાગર
મીણબત્તીનું ઝાંખું અજવાળું એક મુલાયમ ચહેરાને અર્પે છે અપ્રતિમ સુંદરતા. ક્રુત્રિમ પાવડર કે મેક-અપ એ informal સુંદરતાને માત કરી શકતા નથી. એ ઝાંખા અજવાળામાં ચારે તરફ ફેલાયેલી મોહક સુંદરતા સૌંદર્ય પુષ્પ બનીને અંતરમાં કોતરાઈ જાય છે. સુંદરતાને માણી શકતી એ વેધક નજર પરાવર્તિત થઈને આવતી મુદુ નજર સાથે એક બની જાય છે…મીણબત્તી વિચારે છે મારું જીવવું સાર્થક થયું.
અમુક સમયની મિત્રતા પછી લાગણી સ્વયંભુ બની રેલાવા માંડે છે,
અંતરને કાયમ માટે ભીંજવી દઈ, કરુણા અને સંવેદનોથી તરબતર થઇ,monsoon બની છલકવા માંડે છે. એને વિકસાવવાન કોઈજ બીજા પ્રયત્નો કરવા પડતા નથી.’busy’ હોવાનો પ્રશ્ન નડતો નથી, કારણકે મૈત્રી સહજ બની ગઈ હોય છે અને સમય મળ્યે sharing થવાનું જ છે એવો full confidence સમયના વૈશ્વિક બંધનમાં કાયમ માટે કોતરાઈ ગયો હોય છે…
ઉદ્ભવે છે સાચી અપ્રતિમ પવિત્ર સહજ મોકળાશસભર હળવી મૈત્રી…સંબંધ જ્યારે ‘અમાપ’ બની જાય છે, કે જ્યારે એ ‘તોલવા’ના ભારમાંથી મુક્ત બની જાય છે, ત્યારે એ અવિકારી બની જાય છે, મુક્ત બની જાય છે. અને એ મુક્તતામાં પાગલ બનીને નિર્દોષ રીતે સંબધની મજા વ્યક્ત કરી શકાય છે..
એક શિક્ષકને પણ એના વિદ્યાર્થીઓના encouragement ની જરૂર હોય છે.
કોઈ lesson ગમ્યો હોય તો ‘નવું શીખવા મળ્યું’ કે ‘આ topic પર થોડું વધારે શીખવાડવાની જરૂર છે’ એવા અભિપ્રાયો શિક્ષકને ગમતાં હોય છે. શિક્ષક ઘણી વાર authority figure તરીકે ગણાય જાય છે. અને એને લીધે અભિપ્રાયો આપતા વિદ્યાર્થીઓ અચકાય છે. બાકી શિક્ષક પણ normal human being જ છે..
ઘણી વખત આપણને પણ ખુબ સારા દેખાવાની લાલચ થાય છે.ટાઈ સુટ પહેરીને smart બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. મેકપ પાવડર વગેરેનો ઉપયોગ કરીને બાહ્ય સુંદરતા બનાવી રાખીએ છીએ. એમ કરતાં કરતાં આપણા સંવેદનો, આપણી લાગણીઓ અને આપણી હળવી મનોવૃત્તિ અચાનક જ ભારેખમ બની જાય છે. મિત્રની લાગણી આપણી અંદર પ્રવેશી જ શકતી નથી. દુર દુર ફેંકાઈ જાય છે. જીવનની સંધ્યાકાળે અચાનક જ જીવનનો તાળો મેળવતી વખતે મિત્ર યાદ આવે છે….પણ બહુ મોડું થઇ ગયું હોય છે ત્યારે….
પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને અંતરમાંથી અતુટ સ્નેહની સરવાણી રૂપે અસ્ખલિત ‘પ્રેમગંગા’ સ્વરૂપે વહેવડાવવાનો છે. એમાં નાહ્યા પછી ગંગા નદીમાં સ્નાન કરવાનું રહેતું જ નથી..એ એક આવો સ્ત્રોત છે કે જેને વંહેચવાથી એ માત્ર વધતો જ રહે છે..એની shortage તો માત્ર સંકુચિત માનવીય અભિગમ વડે જ શક્ય બની શકે…
પ્રેમ વિષયક કંઈ પણ લખવું એ અત્યંત અઘરૂં છે.’પરીપૂર્ણ પ્રેમ’ વિષે આપણે ઘણું લખી શકીએ પણ જીવનમાં એને અનુભવવો કે આપવો એ મારા મત પ્રમાણે અતિ-દૂર્ગમ વસ્તુ છે, અને એટલે જ મારાં મત પ્રમાણે રુકિમણી, રાધા અને મીરાંબાઇ વચ્ચે આ સરખામણી થઈ જ ના શકે. પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને વંહેચવાથી એ વધે છે. એની કોઈ સીમા નથી. રુકિમણી, રાધા અને મીરાંબાઇ – ત્રણે પ્રતિકો પોતપોતાની રીતે ‘પરીપૂર્ણ પ્રેમ’દર્શાવી ગયાં છે, અને હજી પણ એનો અંગૂલિનિર્દેશ આપણને કરી રહ્યાં છે.
Posted in મારૂં સર્જન
ચિંતન સ્ત્રોત
હું’ આવ્યું મારા અહંકારને લીધે..
જે કર્યું છે એ ‘મેં’કર્યું છે એવા ભાવને લીધે..
‘મારું’ કામ સર્વશ્રેષ્ઠ.. હું જ super એ ભાવ ને લીધે..
અને એ ભાવ કેવી રીતે આવ્યો? સમાજ? society? social pressure to succeed and get recognized?
સમાજમાં મોભાનું સ્થાન? અને તો જ મને જે જોઈએ તે મળે? મિત્રો? કે life partner? recognition by family, friends and profession?
આ બધાંથી (અને કદાચ આવા બીજા બધાં ભાવોથી) પર જઈએ તો જ ‘હું’ શબ્દ ‘અમે’ અને ‘આપણે’માં રૂપાંતરિત થઇ શકે..સૌ કોઈ ઈશ્વરને સાથે જ પામી શકે…
બીજા બધા જન્મો છે કે નહિ એની મને ખબર નથી
અને એની મને ખબર પડશે પણ નહિ કારણકે ત્યારે તો હું જીવિત આ form માં હોઈશ જ નહિ..
અચાનક જ અન્તદૃષ્ટિ મળી અને એક ઝબકારો થયો..દરેક વસ્તુમાં દેખાયું ઈશ્વરીય સર્જન.. સંબંધોના સમીકરણોના જવાબ આપોઆપ મળવા લાગ્યા.. ફૂલોના સુંવાળા સ્પર્શ જેવા એ લાગવા માંડ્યા..એ ખબર ન હતી કે આ ચમત્કાર કેવી રીતે થયો પણ ફરી જીવનમાં ‘જીવન’મળવાનો ઉન્માદ થયો….
જ્યારે કોઈ પણ રચનામાં real life માં અનુભવાતી લાગણી ઉમેરાય છે ત્યારે એ રચના વ્યક્તિગત અનુભવોનું સ્વચ્છ પ્રતિબિંબ
બની જાય છે…
Computer shutdown …
વિચારો શૂન્યાવકાશમાં ઓગળી જાય છે..
Shutdown થવા છતાં પણ વિચારો
એની જાતે જ status પર લખાયા કરે તો કેવું?
સમયની ગઝલમાં
કોઈ વાર પ્રેમ અને આનંદ,
તો કોઇ વાર વિરહ અને વેદના.
કોઇ વાર ખુશી તો કોઇ વાર ગમ,
કોઇ વાર દોસ્તી તો કોઇ વાર અસમજણ..
એક સુંદર મળેલી પળ અનંત સમય સુધી જીવનને અજવાળી શકે છે, અંતરને નવપલ્લવિત બનાવી શકે છે…સન્નાટો પણ ઉત્સવ બની જાય છે..
ખોવાઈ ગયેલી સ્મૃતિ અચાનક જ મળી આવતાં શૂન્યતામાં ભ્રહ્માંડ દેખાવા માંડે છે. એ પૂર્ણતામાં આનંદ સિવાય કશું જ રહેતું નથી…શૂન્યતા આનંદસભર બની જાય છે…
Posted in મારૂં સર્જન
મારી એક મહત્વાકાંક્ષા – ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ
આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ થયો. એમના આ સુંદર initiative પરથી પ્રેરણા લઇને એક વેબ સાઈટ Emerging Technologies and Information Initiatives in India શરું કરી. આ સાઈટ દ્વારા વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીશું અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવામાં આપણું કંઈક યોગદાન આપી શકીશું એવી મારી આશા છે.
આ સાથે બે વર્ષ પહેલાં વિજયભાઈ શાહે લીધેલી મારી virtual મુલાકાતમાં થી થોડું અહી લખું છું.
જયભાઈ માતૃભાષા ગુજરાતી નાં ભવિષ્ય માટે તમારો મત આપશો?
મારા મત પ્રમાણે ગુજરાતી ભાષા અને તેનો વિકાસ ઈન્ટરનેટના માધ્યમ વડે ઘણો થઈ શકે એમ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી જે રીતે નવા નવા બ્લોગ્સ અસ્તિત્વમાં આવ્યા છે એ જોતાં મને લાગે છે કે આપણી આ લાડલી અમર થવાને સર્જાયેલી છે. તમને લાગશે કે હું વધુ પડતો આશાવાદી છું પણ એ પણ સાચું છે કે હકારાત્મક અભિગમ વિના કોઈ પણ કાર્ય સફળ થઈ શક્તું નથી. ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )
આખો લેખ: http://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/jay-bhatt-bansina/
Self Reflections…
આટલો મોટો સુરજ મારી આંખોમાં સમાવી શકું છું…ભક્તિ , પ્રેમ અને લાગણીનો અવિરત સ્ત્રોત
અદ્રશ્ય એવા મનમાંથી હરહમેશ સ્ફુર્યા કરે છે. એને લીધે એક શિક્ષક તરીકે શીખવવાનો આનંદ તો છે જ પણ શીખવ્યાની પ્રતીતિ અને તેનો અહેસાસ નિર્વ્યાજ આનંદનો સનાતન અનુભવ કરાવે છે..જે મારી આંખમાં સમાયેલા સુરજ કરતાં પણ અસીમ અને અનંત છે.
સ્નેહનું અમીસિંચન એટલે વાત્સલ્યભાવથી રેલાતું માનવીય મન.
એ એક એવો ભાવ છે જે જેટલો વધારે રેલાય એટલો વધારે વધે.
એનો રેલો કઠોરમાં કઠોર વજ્ર હ્રદયને પણ સ્પર્શી જઈ
એને કોમળ બનવાની તક આપે છે…વાત્સલ્યભાવથી ઉભરાતું એ માનવ હ્રદય અને એમાંથી ઝરતી નિસ્વાર્થ લાગણી
વિશ્વભરમાં માનવતાની મહેક ફેલાવતું થઇ જાય છે, અને એવા માનવ હૃદયોનો મેળો એટલે પૃથ્વીપરનું અદ્ભુત ‘નંદનવન’…
Posted in મારૂં સર્જન
ફૂલોની મહેફિલ
ફૂલોની મહેફિલ
વસંતમાં ફૂલોની મહેફિલ જામી છે.
રંગબેરંગી ફૂલો એકબીજાથી વધુ સુંદર દેખાવા મથે છે.
બગીચાનો માળી આવી મહેફિલમાં ભંગ પાડે છે. સાંજે
એક છોકરી અરીસા સામે ઉભી ઉભી અંબોડા પર વેણી
ની શોભા વિસ્તારી રહી છે . ગઝલની મહેફિલમાં જઇ ફૂલોના સમર્પણ
પર એક ગઝલ વાંચે છે. ‘વાહ વાહ’ ના નાદ વચ્ચે વેણીનાં ફૂલો કરમાતા જાય છે.
પ્રિયતમ આવીને એને લઇ જાય છે. ફૂલો બીજે દિવસે કચરાના ડબ્બામાં પોતાના બાકી રહેલા અસ્તિત્વનો ઉત્સવ ઉજવે છે.
Posted in સંસ્કૃતિ
સંવેદનોનું અસ્તિત્વ
મારા મનની ભીતરમાં જઈ સંવેદનાને શોધવાનો પ્રયત્ન કરું છું
પણ એનું physical અસ્તિત્વ કશે દેખાતું નથી. એને અનુભવી શકું છું, વ્યક્ત કરી શકું છું,
અને શબ્દબદ્ધ કરી નીચોવી શકું છું પણ જોઈ શકતો નથી. ખુબ વર્ષો પછી અચાનક જ ટ્રેનમાં મળી જતા બે મિત્રોની વાતચીતમાં ઉભરાતી લાગણીને, હું સમજી શકું છું પણ એને માપી શકતો નથી એની ઉત્કટ ભાવનાઓને તારવી શકું છું…
પણ સંવેદનો હજી દેખાતા નથી. ભાવના અને ઊર્મિ હજી દેખાતી નથી. એ જેટલી વધારે વપરાય છે એમાં એનાથી પણ વધારો થાય છે… જો દેખાતી હોત તો શું થાત? સાચી લાગણી અને સંવેદનો જોતા જોતા ઈશ્વરના દર્શન થઇ જાત….કદાચ…?
Posted in સંસ્કૃતિ
વરસાદી લાગણી તો ભારતની જ!
અહી philadelphia માં બારે મહિનામાં ગમે ત્યારે વરસાદ પડી જાય એટલે
જયારે પણ વરસાદ પડે ત્યારે ભીંજાવાને બદલે છત્રી ખોલીને
દુર ભાગીએ છીએ. જોકે જુલાઈ અને ઓગસ્ટમાં ખુબ ગરમી પડે;
સાંજે કોઈ વાર કડાકા ભડાકા સાથે વરસી પડે ત્યારે ભીંજાવાનું મન થાય,
વરસાદી માહોલ miss કરું છું પણ તમારા બધાની comments વાંચીને
એની virtual મજા લેવાનો પ્રયત્ન કરું છું.. but still no way the same experience…
I feel jealous of all of you….
પવનની એક લહેરખી
આવી હજારો જોજન દુરથી
લાવી ચોમાસાની ભીની ભીની ખુશ્બુ
હતી સાથે મિત્રોની લાગણી તરબતર
સ્પર્શી ગઈ અંતરને આ મીઠી સોગાદ
…પાછી જતી લહેરખી સાથે મોકલું છું
અમીભરી વરસાદી પ્રેમભરી વાત્સલ્યધારા
Posted in મારૂં સર્જન
પ્રકૃતિમાં મૈત્રીનો અવિર્ભાવ …
પ્રકૃતિમાં મૈત્રીનો અવિર્ભાવ …
બહાર લોનમાં ઘાસ કાપ્યા પછી
દાદર પર બેસી થોડો થાક ઉતાર્યો. કુદરતના સાન્નિધ્યમાં
મન અચાનક દોડી ગયું. વાદળભર્યું ખુશનુમા વાતાવરણ, નાનકડા પક્ષીઓનો
કલબલાટ, અને પાસેના ગુલાબના છોડવા પર ઉગવા માંડેલી નાની નાની અસંખ્ય કળીઓ..
આ બધું જ પ્રકૃતિમાં ખોવાઈ જવા માટે ઈશારો આપી રહ્યા હતાં
ત્યાં જ એક નાનકડું સફેદ સસલું ઘાસ પરથી દોડીને આસપાસનાં ઝાડવાઓમાં અદ્રશ્ય થઇ ગયું.
નાનકડા સુંદર દેખાતા નારંગી રંગની ચાંચ વાળા પંખીઓ મૈત્રીની રંગત
માણી રહ્યા હતાં. કુદરતમાં પણ મિત્રતાનું આ અનુપમ સ્વરૂપ દેખાઈ રહ્યું હતું.
અલૌકિક ખુશીની અનુભવ થયો. સાચી અને સુંદર મિત્રતા જીવનને વિવિધ રંગોથી
રંગી દઈ આનંદસભર બનાવી દે છે. એ ખુશીને શબ્દરૂપ આપી બાહ્ય દુનિયા સાથે
વ્યક્ત કરવા computer તરફ દોડી ગયો….
Posted in મારૂં સર્જન
અમૂલ્ય અભિપ્રાયો